‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ફેમ એક્ટર કરણ મહેરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી, કારણ જાણીને ચાહકોને લાગશે આંચકો.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ફેમ એક્ટર કરણ મહેરા અને તેની પત્ની નિશા રાવલના સંબંધોમાં ચાલી રહેલ અણબનાવની ચર્ચાએ અલગ જ વળાંક લીધો છે, જે ખુબ જ ચોંકાવનારો છે. પત્ની સાથે મારપીટ કરવા બદલ પોલીસે કરણ મહેરાની ધરપકડ કરી છે. સમાચાર એજન્સીએ પુષ્ટિ આપી હતી કે કરણ મહેરાની આજે મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. પત્ની નિશાએ કરણ સામે મુંબઈના ગોરેગાંવ ખાતે ગુનો નોંધ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે કરણની ધરપકડ કરી છે. સ્પોટબોયના જણાવ્યા મુજબ કરણ અને નિશા વચ્ચે ગઈકાલે રાત્રે (31 મે) કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો જે પછી અભિનેતાએ ગુસ્સામાં તેની પત્ની સાથે મારપીટ મારી હતી અને તેમના કપાળ પર ટાંકા આવ્યા હતા. નિશાએ કરણ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે કરણ મહેરા અને નિશા રાવલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી શાનદાર અને સુંદર દંપતી માનવામાં આવે છે. બંને વચ્ચે ઓનસ્ક્રીન હોય કે ઓફસ્ક્રીન ખૂબ જ સારું બોન્ડિંગ જોવા મળતું હતું. પરંતુ તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે કરણ અને નિશાની દાંપત્યજીવનમા ખટપટ શરૂ થવા લાગી છે. પરંતુ નિશા રાવલે આવી બધી અફવાઓને સ્પષ્ટ પણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે અમારી વચ્ચે બધું બરાબર છે. હવે કરણની ધરપકડથી સ્પષ્ટ થઈ ગયું છે કે દંપતી વચ્ચે અણબનાવ છે. બંનેએ અત્યાર સુધી આ અહેવાલો વિશે ખુલ્લેઆમ વાત કરી ન હતી પરંતુ હવે આ મામલો ખુલીને બહાર આવ્યો છે. જણાવી દઈએ કે કરણ મહેરા અને નિશા રાવલની મુલાકાત 2008માં આવેલી ફિલ્મ ‘હંસતે હંસતે’ના સેટ પર થઈ હતી. કરણ મહેરા તે ફિલ્મમાં સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરી રહ્યો હતો. અભિનેતા હોવાની સાથે કરણ મહેરા ફેશન ગ્રેજ્યુએટ પણ છે. નિશાને જોતા જ કરણ મહેરા તેના પ્રેમમાં પડી ગયો હતો. બંનેએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી ૨૦૧૨ માં લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌથી લાંબા સમયથી ચાલતા ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં નૈતિક સિંઘાનિયાનો મુખ્ય રોલ ભજવીને અભિનેતા કરણ મહેરાએ ટીવીની દુનિયામાં સૌથી લોકપ્રિય ખ્યાતિ મેળવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img