આજે સરવડ ગામે ખેડૂત આગેવાનોની મીટીંગ મળી હતી જેમાં પાલભાઈ આંબલીયા, કે ડી બાવરવા, મુકેશભાઈ ગામી સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

માળિયા તાલુકાના સરવડ ગામમાં આયોજિત ખેડૂત આગેવાનોની મીટીંગમાં ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યના ખેડૂતોના જમીન માપણી, જમીન સંપાદન ઉપરાંત ખાતર, દવા અને બિયારણના ભાવોના મુદે ગાંધીનગર મીટીંગ મળી હતી અને ખેડૂતોના પ્રશ્ને લડત આપવાનો નિર્ધાર કરાયો છે જે અંતર્ગત આજે માળિયા તાલુકાના સરવડ ગામના મીટીંગ મળી હતી જેમાં મોરબી અને માળિયા તાલુકાના ૫૨ ગામના ખેડૂતોના સિંચાઈ પ્રશ્નને લડતમાં સમાવેશ કરવા ખેડૂતોએ અનુરોધ કર્યો છે માળિયા તાલુકાના ૨૯ સહિતના ૫૨ ગામોના સિંચાઈ પ્રશ્ન વિકટ છે જેથી ખેડૂતોની રાજ્યવ્યાપી લડતમાં મોરબી જીલ્લાનો સિંચાઈ પ્રશ્ન પણ તેઓ ઉઠાવશે

કાંતિલાલ બાવરવાએ જણાવ્યું હતું કે માળિયા તાલુકાના મચ્છુ નદીથી નવલખી ગામ સુધીના ગામોમાં સિંચાઈ સુવિધા જ નહતી તેમજ તાલુકાના જે ગામોમાં નર્મદા કેનાલ છે ત્યાં ખેડૂતોને જરૂરત સમયે પાણી મળતું નથી કટોકટીના સમયે જ કેનાલ ખાલી હોય છે અને પાણી મળતું નથી જેથી લડત આપી રહ્યા છીએ અગાઉ પેટા ચુંટણી સમયે સાંસદ મોહનભાઈ કુંડારિયા, માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા અને ધારાસભ્ય-મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પાણી આપવાનું વચન આપ્યું હતું જોકે વચન પાળવામાં આવ્યું નથી જેથી ખેડૂતોના હિતમાં તેઓ લડત ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું આજે સિંચાઈ સહિતના પ્રશ્ને ખેડૂતો સાથે ચર્ચા કરવામા હતી અને આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું










