મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામેથી વિદેશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા રજનીકાંતભાઈ બાબુભાઈ ચૌહાણે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે તપાસ કરતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૦ કીમત રૂ.૧૧૨૫૦ મળી આવતા રજનીકાંતભાઈ ચૌહાણની અટક કરી મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...