માળીયા : સફળતા શબ્દ એટલો ભારે અને મોટો લાગે છે કે જે સાંભળતા જ અનેકને સફળતા માત્ર સ્વપ્ન જેવું લાગતું હોય છે પરંતુ જીવનમાં હકારાત્મકતા અને દ્રઢ મનોબળ હોય તો આવો ભારેખમ શબ્દ જીવનની ઘટમાળમાં તો સાવ નાનો અને વજનમાં હલકો છે. આજે એવા જ એક ખેડૂતપુત્રી અને સફળ સ્ત્રી વ્યક્તિત્વની ઓળખાણ આપ સૌને તેમજ ખાસ બહેનોને કરાવવી છે.
આપ સૌએ તાજેતરમાં માધવીબેન અરજણભાઈ હુંબલનું નામ સાંભળ્યું હશે જેઓએ ખૂબ નાની ઉંમરમાં ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે મોટું પદ મેળવીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માળીયા તાલુકાના અંતરિયાળ વેણાસર ગામમાંથી આવતી આ દીકરીએ પોતાના બુલંદ સ્વપ્નને પોતાના સંઘર્ષ સાથે ભેળવીને વર્ષ 2020 માં જામનગરના જોડીયામાં કોન્સ્ટેબલ તરીકે જોડાઈને પોતાની સફળતાની સીડીઓને મનના માંડવે બાંધવાની શરૂઆત કરી.
ક્રાંતિકારી વિચારોને મનોમન વલોવીને સફળતાનું માખણ જાણે ઉભરાતું હોય તે રીતે પોતાની કોન્સ્ટેબલ તરીકેની નોકરીના દિવસોમાં પોતાના સ્વપ્નને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે સમયનું સુઆયોજન કરી સફળતાની કેડીને પોતાની જાતે જ કંડારીને વર્ષ 2021માં પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી સમગ્ર ગુજરાતમાં આહીર સમાજની સૌથી નાની વયની પોલીસ અધિકારી તરીકેનું બહુમાન મેળવ્યું છે.
માધવીબેન પ્રતિભા ક્યારેય પણ શાંત ન રહે તે રીતે પોતાના ક્રાંતિકારી વિચારોનું બીજ આવનારી પેઢીને મળે તે હેતુસર દીકરીઓના શિક્ષણ અને સર્જન (વ્યક્તિત્વ) માટે અમૂલ્ય ફાળો આપી રહ્યા છે.
આમ તો દરેકના જીવનમાં સફળતા શ્રેય પોતાના માતા-પિતાને જ જતો હોય છે તે જ રીતે માધવીબેનની સફળતાની કેડી કંડારવા પાછળ એમના માતા-પિતાનો અમૂલ્ય ફાળો રહ્યો છે.
માધવીબેન પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના સમયગાળામાં “તું બઢતા ચલ” વાક્યથી પ્રેરિત થઈને દરેક પરિસ્થિતિમાં લક્ષ્યને મેળવવામાં સફળ રહ્યા છે. અંતે તો એટલું જ કહી શકાય કે દરેક વ્યક્તિના જીવનમાં સ્વપ્નને પ્લસ કરી નકારાત્મકતાની બાદબાકી કરી પોતાના સંઘર્ષની કેડી જો જાતે જ કંડારતા શીખી જઈએ એટલે સફળતાનું બરાબર થઈને પરિણામ તો ચોક્કસ મળે જ છે.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...