મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની જન્મ જયંતી નિમિત્તે સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આજ રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ યાત્રા મા કોળી ઠાકોર સમાજ ના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સંત શ્રી વેલનાથ બાપુ ના જન્મોત્સવને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો
સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિવિધ ફ્લોટસ સાથે વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. જો કે કોરોના કાળના બે વર્ષ બાદ આ વખતે સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સંત વેલનાથ બાપુની જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના સ્ટેશન રોડ પર થઈ મુખ્યમાર્ગો ઉપર ફરીને સામાકાંઠે સમાજની વાડી ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. જ્યારે સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રાની સાથે અન્ય કાર્યક્રમો યોજાયા હતા. જેનો સમાજના લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો.