મોરબીમાં ઢોર નિયંત્રણ કાયદા વિરુદ્ધ ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ એ આવેદન આપ્યું
સરકાર માલધારી સમાજ અને પશુધન વિરુદ્ધ જે કાળો કાયદો લાવ્યા છે તે કાયદાના વિરોધમાં આજ રોજ માલધારી સમાજના લોકો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ મોરબી જીલ્લા દ્વારા આજ રોજ સવારે ૧૦ :૩૦ થી ૧૨ કલાક સુધી જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજાયું હતું બાદમાં જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તક ગુજરાતની ભાજપ સરકાર માલધારી સમાજ તેમજ પશુધન અને ગાય માતા વિરુદ્ધ કાળો કાયદો પસાર કરી માલધારી સમાજને મુશ્કેલીમાં મૂકી દીધો છે જેના વિરોધમાં ધરણા કાર્યક્રમ આપવા આવ્યો હતો આ ધરણા પ્રદર્શનમાં માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા