માળીયા(મી.) તાલુકામાં ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, ભાનુભાઈ મેતા, દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ બાદ માળીયા (મી.) તાલુકામાં વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
જેમા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે કેશવજીભાઇ ઝાલા, મહામંત્રી અરવિંદભાઈ રાઠોડ, ઉપપ્રમુખ કેશવજીભાઇ ચાવડા, મહેશભાઈ ચાવડા, મંત્રી અમરીશભાઈ પરમાર, પ્રવીણભાઈ પરમાર, રમેશભાઈ ચાવડા, હકુભાઇ પરમાર તથા કોષાધ્યક્ષ તરીકે વિઠ્ઠલભાઈ ચૌહાણ, બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે ભરતભાઈ ખાંભરા, મહામંત્રી ધનેશ્વરભાઈ વ્યાસ, ઉપપ્રમુખ દિલીપભાઈ ગરચર, દિનેશભાઈ ખાંભલા, મંત્રી પ્રકાશભાઈ બોરીચા, અરવિંદભાઈ ઉપાસરીયા,વિપુલભાઇ પ્રજાપતિ, બાબુભાઈ સિસોદિયા તથા કોષાધ્યક્ષ હિતેશભાઈ સોઢીયા તેમજ કિસાન મોરચામાં પ્રમુખ તરીકે નિલેશભાઈ સંઘાણી, મહામંત્રી નાથાલાલ ડાંગર, ઉપપ્રમુખ જગદીશભાઈ આદ્રોજા, રમેશભાઈ ખાદા, મંત્રી રામજીભાઈ ડાંગર દિનેશભાઈ સોઢીયા, સવાભાઈ ડાંગર, હસમુખભાઈ વિડજા તથા કોષાધ્યક્ષ તરીકે રતિલાલ જાડેજાની વરણી કરવામાં આવી છે.