તાજેતરમાં મોરબી ની એલ.ઈ.કોલેજ ખાતે ડીસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરીટી મોરબી દ્વારા પેરા લિગલ વોલેન્ટીયર્સ માટે ત્રિદીવસીય ટ્રેનિંગ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ.
જે અંતર્ગત મોરબી શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજ ના લો ડીપાર્ટમેન્ટ ના એડવોકેટ વિશાલભાઈ જોશી દ્વારા “મિલ્કત હસ્તાંતર ના કાયદા” વિષય પર માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ. તે ઉપરાંત તાલીમાર્થીઓ ને વકીલાત ના વ્યવસાય મા શરૂઆત ના સમય મા પડતી મુશ્કેલીઓ ને કઈ રીતે ઉકેલવી તેમજ વકીલાત ના વ્યવસાયના નૈતિક મુલ્યો વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ. આ તકે મોરબી ડીસ્ટ્રીક્ટ કોર્ટ ના DLSA સેક્રેટરી રાજેશભાઈ પંડ્યા, મોરબી ડીસ્ટ્રીક્ટ કોર્ટ ના સ્ટાફ મિત્રો, NGO માળીયા ના હોદેદારો તથા પેરા લિગલ વોલેન્ટીયર્સ સહીત ના બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા
હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગાયન, વાદન, ચિત્રકલા અને કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી Top-3માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી.
ખાસ કરીને ભીમાણી પ્રિશા...
મોરબીમાં ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ સાથે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ
મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં...