મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિગ્નેશ મેવાણીનાં સમર્થનમાં ધરણાં અને આવેદન આપવામાં આવશે
વડગામ નાં ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી ની બિન લોકશાહી રીતે અટકાયત કરવામાં આવી છે
તેનાં વિરોધ માં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે સવારે તારીખ ૨૫/૪/૨૦૨૨ને સવારે ૧૦ કલાકે સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા પાસે સરદાર બાગ સામે ધરણાં પ્રદર્શન અને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે અને આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો એ હાજર રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની યાદી માં જણાવ્યું છે