ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેના દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. AAP અને BTP પાર્ટી એક થશે. આ દિવસે છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના ચંદેલીયા વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે.
ગત મહિને ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા છોટુ વસાવા અને તેના પુત્ર મહેશ વસાવાએ દિલ્હીમાં કેજરીવાલ સાથે બેઠક કરી હતી અને તેઓને દિલ્હીના સ્કૂલ મોડલ દેખાડવા પણ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા લઇ ગયા હતા. અને આ રીતે તેમને આમ આદમી પાર્ટીના પ્રભાવ હેઠળ લાવવા પ્રયત્ન થયો છે. ખાસ કરીને આ ચૂંટણીમાં દક્ષિણ ગુજરાત અને આદિવાસીક્ષેત્રોમાં તમામ પક્ષો જબરુ જોર લગાવી રહ્યા છે. સુરતને બાદ કરતાં દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું સારુ જોર છે અને ગઇકાલે જ તાપીના સોનગઢમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે યુવા સ્વાભિમાન સંમેલન યોજ્યું હતું જેમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા પણ જોડાયા હતા અને તુષાર ચૌધરી પણ ફરી સક્રિય થઇ ગયા છે.
AAP અને BTP વચ્ચે લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. ભરૂષના ચંદેલિયા ખાતે છોટુ વસાવા સાથે કેજરીવાલ બેઠક કરશે. ચંદેલિયાના વાઇટ હાઉસ ખાતે 1 મે ના રોજ બેઠક કરશે. ત્યાર બાદ આદિવાસી સંમેલન Aap અને Btp કરશે. કેજરીવાલ 1 તારીખે આવશે ગુજરાત. દેશમાં ગરીબ લોકોને કોઇ ફાયદો થયો નથી. Aapનું અમે દિલ્હીમાં કામ જોયું છે. દિલ્હીની રોજગારીની વાત , પાણીની વાત અને શિક્ષણ વિશે જાણ્યું છે. આ સરકારે સ્કૂલો બંધ કરીને આદિવાસી સમાજને નુકશાન કર્યું છે. કોંગ્રેસ પણ લોકશાહી બંચાવવા આંદોલન કરે છે પરંતુ તેમની સરકારમાં તેમને શું કર્યું.
