ઉધોગ નગરી મોરબી ખાતે લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી, અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર તથા સ્વાવલંબન ભારત વિષય પર સેમિનાર નુ હોટેલ ધ ફનઁ રેસીડન્ટ મા આયોજન કરવામા આવેલ
મોરબી ખાતે લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી,અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર તથા સ્વાવલંબન ભારત વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.જેમા મોરબી સિરામિક એશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા,હરેશભાઇ બોપલીયા,અફસર બીટીયા સ્કીલઅપના રાજેશભાઈ ગાંધી,લઘુઉદ્યોગ ભારતીના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા, ટાટા ટ્રસ્ટના મેડમ રમા ગુપ્તા,અમૃતભાઈ ગઢીયા,સ્વાવલંબન ભારતના સૌરાષ્ટ્રના સમન્વયક નવીનભાઈ વસા,લઘુ ઉદ્યોગ ભારતીના ભીમજીભાઈ ભાલોડીયા તથા દેવેન્દ્ર કલોલા ઉપસ્થિત રહ્યા હતા.
