હિન્દુ ધર્મમાં અખાત્રીજ નું એક આગવું મહત્ત્વ છે આ દિવસે વણજોયું મુર્હૂત હોય યોગ ગ્રહ નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી આથીજ અખાત્રીજના પાવન દિવસે સૌથી વધુ યુગલો લગ્નગ્રંથિથી જોડાતા હોય છે ત્યારે સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા,યુવા સમિતિ અને મહીલા સમિતિ દ્વારા પણ અખાત્રીજના પાવન સંધ્યાએ તૃતીય સમૂહ લગ્નોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. દેવકુંવર શૈક્ષણિક સંકુલ રોશનીથી ઝળહળી ઉઠયું હતું.અખાત્રીજના દિવસે 10 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજ દ્વારા યોજાતા સમુહ લગ્ન અખાત્રીજના દિવસે તૃતીય સમૂહ લગ્નોત્સવ રાજકોટ મોરબી રોડ પર આવેલા દેવકુંવર શૈક્ષણિક સંકુલના ખાતે સાથે 10 યુગલોને લગ્નગ્રંથિથી જોડી ઉજવવામાં આવ્યો હતો.લગ્નના આચાર્ય પદે વિધ્વાન ભાગવત કથાકાર શાસ્ત્રી દિપકભાઇ પંડયા રહ્યા હતા. જેમા મંગલ ફેરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યુગલો લગ્નગ્રંથિથી જોડયા હતા.આ તકે જીલ્લામાંથી રાજકીય સામાજિક અને ઉધોગપતિઓએ પણ એક જ પંગતે બેસી સમુહલગ્ન માણ્યા હતા.
