હળવદમા દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યામાં ખુબજ વધારો થઈ રહ્યો છે ૧૭૦૦૦૦ ની વસ્તી ધરાવતા હળવદ માં રાહદારીઓને ખુબજ પરેશાની વેઠવી પડે છે હળવદ ધ્રાંગધ્રા દરવાજા બહાર ચોક પાસે ફ્રૂટ ની લારીઓ વાળા પાથરણા વાળા,રિક્ષાઓ વાળા પોતાના રોજગાર ધંધાઓ ધ્રાંગધ્રા દરવાજા પાસે આવેલ ચોક માં જ ચક્કા જામ કરી ને બેઠા હોય છે ત્યારે ત્યાં થી અવર જવર કરવામાં રાહદારીઓ ને ખુબ જ રાહ જોવી પડે છે
તે લોકો દાદાગીરી કરી ને પોતે ત્યાં જ પોતાના ધંધાઓ કરે છે ત્યાં થી નીકળવામાં લોકો ને એટલી તકલીફ પડે છે કે ન કોઈ દરવાજા ની અંદર જઈ સકે ના અંદરથી કોઈ બાર આવી શકે આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે કોઈ હોસ્પિટલ ને લગતું ઇમરજન્સી કામ હોય તો ટ્રાફિક ના લીધે દર્દી ની તકલીફ વધતી જાય છે સમયસર દર્દી દવાખાના સુધી પણ નથી પહોંચી શકતો ધ્રાંગધ્રા દરવાજા ની અંદર પણ શાકડી બજાર હોવાથી પાણીની રિક્ષાઓ વાળા પાણી સપ્લાય કરતી વખતે આડેધડ પોતાની રિક્ષાઓ રોડ વચ્ચે ઉભી રાખે છે રિક્ષા ચાલકો પણ સિંગલ રસ્તા માં પણ પુર જળપે પોતાની રિક્ષાઓ સાંકડી બજારો માં ચલાવતા અકસ્માત સર્જાતા હોય છે અને પાર્કિંગ નામ ની કોઈ જ પાયાગત સુવિધા હળવદ માં છે જ નહિ આવામાં હળવદ ની જનતા ખુબ જ હેરાન થાય છે ત્યારે અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્ર પણ આંખ આડા કાન કરતું હોય અને આવા લોકો ને છાવરવાનો પ્રયાસ કરતું હોય એવું લાગી રહ્યું છે ફ્રૂટ ની લારીઓ વાળા પણ પોતે કચરો દરવાજા પાસે નાખે છે અને ગંદકી ફેલાવે છે તો જોવું એ રહ્યું કે આવા લોકો માટે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે કાર્યવાહી કરશે
રવી પરીખ હળવદ
