મોરબી ટંકારા અતિવૃષ્ટિ દરમ્યાન તુટેલા ચેક ડેમો રીપેરીંગ કરવાની CM ને રજુઆત કરી
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિ દરમિયાન તૂટેલ ચેકડેમને રીપેર કરવા ખેડુત આગેવાને CM ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખ્યો હતો.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ દરમિયાન ચેકડેમ તૂટી ગયેલો ચેકડેમ રીપેર કરાવી આપો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ડેમી 2 ડેમના નીચાણવાળા ગામ જેવા કે નાના રામપર,નસીતપર,મહેન્દ્રપુર,ઉમિયાનગર સહિતના ગામ આવે છે તો આ નીચાણવાળા ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ગ્રામજનો તેનો ઉપયોગ સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાત માટે કરી શકે તે માટે અગાઉ રાજ્ય સરકાર દ્વારા ચેકેડેમ બનાવવામાં આવ્યા હતા જોકે દર વર્ષે ડેમમાંથી મોટા પ્રમાંણમાં પાણી છોડવાના કારણે તેમજ ચેક ડેમ બન્યાને વધુ વર્ષો થયા હોવાથી અનેક ચેક ડેમ જર્જરિત થઇ ગયા છે જેના કારણે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતો નથી આ કારણસર નાના રામપર ગામના ખેડૂત આગેવાન યશવંતસિંહ જે ઝાલાએ મહેન્દ્રપુર પાસે તેમજ આસપાસના નાના મોટા ચેકડેમ રીપેર કરવા માગણી કરી હતી અને આ બાબતે સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી