ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલભાઈ કગથરાનું અકસ્માતે અકાળે અવસાન થયું હોય જેની સ્મૃતિમાં તા. ૧૮ ને બુધવારના રોજ પાનેલી ગામે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
સ્વ. વિશાલભાઈ કગથરાની પુણ્યતિથી નિમિતે તા. ૧૮ ને બુધવારે સવારે ૦૮ : ૩૦ થી સાંજે ૫ કલાક સુધી પાનેલી ગામની પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જે કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે તપાસીને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવશે
જે સર્વરોગ નિદાન કેમ્પનો પાનેલી ગામ અને આસપાસના ગ્રામજનોએ લાભ લેવા જણાવ્યું હે તેમજ પાનેલી ગામના લોકો માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે
હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા યુવકને આરોપીની પત્ની સાથે મિત્રતા હતી જે બાબતનો ખાર રાખી યુવકને પાંચ શખ્સોએ દ્વારા લોખંડના સળિયા, ધોકા વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં અશ્વિનભાઈ રામજીભાઈ સુરાણી (ઉ.વ.૨૫) એ આરોપી લાલજીભાઈ કરમશીભાઈ ખાંભલીયા, પિન્ટુભાઈ કરમશીભાઈ...
મોરબી જીલ્લામાં શિયાળાની ઠંડીનો લાભ લઈ તસ્કરો સક્રિય થયા ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ(રામનગરી) સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલાના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળિ કુલ કિં રૂ.૧,૧૯,૪૮૫ નો મુદામાલ કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી...