Monday, October 7, 2024

મુંબઈના એક વ્યક્તિએ ઇન્ટર્નશીપ માટે 3D Video બનાવ્યો, જોત જોતામાં મળી ગઈ પોતાની ડ્રીમ જોબ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મુંબઈમાં એક 21 વર્ષીય શખ્સએ ક્રેડમાં ઇન્ટર્નશીપ માટે એક 3ડી (3D) વિડિયો બનાવ્યો (Man Makes 3D Video To Apply For Internship at CRED) અને કંપનીને શેર કર્યો. અવકાશ શાહ એ 3 ડી ગ્રાફિક / મોશન ડિઝાઇનર છે. અવકાશ શાહ ક્રેડિટ કાર્ડ ચુકવણી કંપનીમાં ઇન્ટર્નશીપ કરવા માંગતો હતો, જે તાજેતરમાં તેના નવીન જાહેરાત તેમજ પ્રચારને લઈને મુખ્ય સમાચાર બની રહી છે. ત્યાંની ઇન્ટર્નશિપ માટે, તે જાણતો હતો કે તેને થોડીક સર્જનાત્મકતાની જરૂર છે. તેણે 3 ડી વીડિયોનો ઉપયોગ કરીને કંપનીમાં ઇન્ટર્નશીપ માટે અરજી કરી. અવકાશ શાહે લિન્ક્ડઇન પર વીડિયો શેર કર્યો અને લખ્યું કે, “હું CREDમાં ઇન્ટર્નશીપ કરવા ઇચ્છું છું. અહીં મારી અરજી છે. મને લાગે છે કે જો હું અરજી કરું છું તો મારે કંઈક અલગ રીતે કામ કરવું જોઈએ. અવકાશશાહે સીઆરઈડીના સ્થાપક કુણાલ શાહ અને, હેડ ઓફ ડિઝાઇન હરીશ શિવરામકૃષ્ણનને પણ ટેગ કર્યા

આ મોશન વીડિયો ત્રણ દિવસ પહેલા શેર કરવામાં આવ્યો ત્યારથી 9.9 લાખ વ્યૂ અને સેંકડો કમેન્ટ સાથે વાયરલ થયો છે. કમેન્ટ વિભાગના ઘણા લોકોએ વિડિઓ અને ઇન્ટર્નશીપ્સ માટે અરજી કરવાની નવીન શૈલીની પ્રશંસા કરી. શાહને વિડિઓ માટે ઘણી જોબ ઓફર્સ પણ મળી હતી – જેણે સીઆરઈડી મેનેજમેન્ટનું ધ્યાન આકર્ષિત કરવામાં પણ મદદ કરી. સીઆરઈડીના ડિઝાઇનર હેડ હરીશ શિવરામકૃષ્ણએ અવકાશ શાહને ઇન્ટર્નશિપ આપી અને કમેન્ટમI લખ્યું, ‘ક્રેડિટ ડિઝાઇન માફિયામાં ઇન્ટર્ન ક્લબમાં આપનું સ્વાગત છે.’ લિંક્ડઇનએ પણ અવકાશ શાહની એપ્લિકેશન વીડિયોની પ્રશંસા કરી હતી. લિંક્ડઇને કમેન્ટમાં લખ્યું, ‘આ એક સરસ હેક છે. તમારી કેરિયર માટે શુભેચ્છાઓ. આવી આર્કષક જોબ એપ્લિકેશન વાઇરલ થઈ હોય તેવું આ પહેલી વાર નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર