Saturday, April 20, 2024

રાજ્યમાં એજ્યુકેશન લેવલે નવો ટ્રેન્ડ,બુક સ્ટોલની જગ્યાએ વાલી અને વિદ્યાર્થીઓ મોબાઈલ શોપ તરફ વળ્યાં !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી રાજ્ય સહિત દેશભરમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે. હવે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં પણ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવ્યું હતું. જેના કારણે હવે વિદ્યાર્થીઓને હવે બુકની નહીં પરંતુ સ્માર્ટ ફોન અને ટેબ્લેટની જરૂર પડી રહી છે. આજે રાજ્યભરમાં સ્કૂલ્સ શરૂ થતાં બુક સ્ટોલમાં નહીં પરંતુ મોબાઈલ શોપમાં વાલીઓ વધુ જોવા મળ્યા હતા. મોબાઈલ સ્ટોરમાં અત્યારે 30 ટકા ઇન્ક્વાયરી માત્ર વિદ્યાર્થીઓ માટે જ આવે છે.કોરોનાને કારણે શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે. ગત વર્ષ દરમિયાન શિક્ષણ ઓનલાઈન જ રહ્યું હતું. ત્યારે આ વર્ષે પણ નવા વર્ષની શરૂઆત ઓનલાઈન શિક્ષણથી જ કરવામાં આવી છે. આજથી રાજ્યભરમાં સ્કૂલ શરૂ થઇ પરંતું તેમાં વિધાર્થીઓની હાજરી નહોતી જોવા મળી. વિદ્યાર્થીઓએ હજુ ઓનલાઈન જ ભણવાનું રહેશે. ટ્યૂશન ક્લાસમાં પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન કરવાના રહેશે. શિક્ષણની તમામ એક્ટિવિટી અત્યારે ઓનલાઈન જ રહેશે. જેના કારણે વિદ્યાર્થી માટે વાલીઓએ સ્માર્ટ ફોન અને ટેબ્લેટની ખરીદી કરી છે. ગત વર્ષે પણ ખરીદી કરવામાં આવી હતી, ત્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં મોબાઈલની દુકાનોમાં વાલીઓનો ઘસારો વધ્યો છે અને ઇન્ક્વાયરી પણ વધી છે.

બીજી બાજુ રાજકોટમાં 232 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કરાયું, CMએ કહ્યું- એઇમ્સનું કામ ઝડપી ચાલે છે, 50%થી વધુ વેક્સિનેશન જરૂરી, રોજ 3 લાખને રસી મૂકાઈ છે. ગ્રામ્ય લેવલે વેક્સિનેશન પ્રત્યે જાગૃતતા ઓછી છે. કોરાનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં દરેક વ્યક્તિને દોડતા કરી દીધી હતી. ઓક્સિજન ઘટતાં લોકોએ પોતાના સ્વજનને બચાવવા સિલિન્ડર માટે રઝળપાટ કરવો પડ્યો હતો. બીજી લહેર ધીમી પડતાં આરોગ્ય વિભાગને પણ રાહત થઈ છે, પરંતુ દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે અને એ પણ બીજી લહેરની જેમ જ વધુ જોખમી હોવાનું અને એની વધુ અસર બાળકો અથવા પુખ્તવયના નથી તેમને થવાની શક્યતા વધુ છે. મહામારીની ત્રીજી લહેર સામે લડવા રાજકોટ સહિત રાજ્યભરમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં 75 ચિલ્ડ્રન હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે અને એમાં 700 બેડ ઉપલબ્ધ કરાયાં છે.50 જેટલાં વેન્ટિલેટરની વ્યવસ્થા કરાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 200 બેડ તૈયાર કરાયાં છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર