Friday, August 15, 2025

એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલાના વિરોધમાં મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સુરતના વકીલ મેહુલભાઈ બોઘરા ઉપર થયેલા હુમલાના વિરોધમાં ગુરૂવારે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા જેની માહિતી આપતા મોરબી બાર એસો.ના પ્રમુખ જીતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, સુરતના વકીલ મેહુલભાઈ બોઘરા ઉપર હીંચકારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી મોરબીના વકીલો ગુરૂવારે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને વકીલ ઉપર કરવામાં આવેલા હુમલાના બનાવને મોરબી બાર એસો.એ સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે. અને આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ તટસ્થ તપાસ કરવા ગૃહમંત્રીને અનુરોધ કર્યો છે આટલું જ નહીં આરોપીઓ તરફે કોઈપણ વકીલે નહી રોકાવવા માટે મોરબી બાર એસો. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ તકે દિલીપભાઇ આગેચાણીયા, જગદીશભાઇ ઓઝ, જિતેનભાઇ ડી. આગેચાણીયા, રાજુભાઇ પાટડિયા, દીપકભાઈ પરમાર,આતિશભાઈ ચાનીયા, એમ.વાય.ચાનીયા, યુસુફભાઈ ભોરિયા સ અહિતના વકીલો હાજર રહ્યા હતા

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર