સંભવિત વાવાઝોડાના પગલે મોરબી જીલ્લામાં 1962 ટીમ સ્ટેન્ડ બાય
મોરબી : સંભવિત બિપરજોય વાવાઝોડાને કારણે મોરબી જિલ્લાના દરિયા કાંઠા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
ત્યારે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈનની ટીમ જરુરી દવાના જથ્થા અને જરુરી સાધન સામગ્રી સાથે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે જેથી આપત્તિના સમયે તુરંત કોલ પર પહોંચીને અબોલ પશુને સમયસર સારવાર મળી રહે. ૧૯૬૨ ની આ ટીમો વવાણીયા, સરવડ, ખાખરેચી અને આમરણ ખાતે દિવસ-રાત ૨૪ કલાક સ્ટેન્ડ બાય રહેશે.