Saturday, October 12, 2024

પાકિસ્તાનમાં આજે સોશ્યલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ચાર કલાક બંધ; આ કારણોસર મંત્રાલયનો આદેશ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પાકિસ્તાનમાં શુક્રવારે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અવરોધિત કરવામાં આવ્યા હતા. દેશના ગૃહ મંત્રાલય વતી સુરક્ષાને ટાંકીને પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન ઓથોરિટી (પીટીએ) ના અધ્યક્ષને આદેશ આપવામાં આવ્યો છે કે 16 એપ્રિલ, શુક્રવારે, દેશભરમાં ચાર કલાકનો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ – ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યુબ અને ટેલિગ્રામ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. મંત્રાલયના જણાવ્યા અનુસાર પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન ઓથોરિટીએ તેમના આદેશો પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાને શુક્રવારે હિંસક ઇસ્લામિક જૂથોને કારણે દેશભરની તમામ સોશ્યલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ટેલિકમ્યુનિકેશન્સ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા આ પગલું લેવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયે પીટીએ અધ્યક્ષને પત્ર મોકલ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રાલયે પોતાના પત્રમાં પીટીએને તુરંત પગલા લેવા તાકીદ કરી છે. મંત્રાલયના સેક્શન ઓફિસર અબ્દુલ રઝાકએ પત્રમાં લખ્યું છે કે, “16 એપ્રિલ 2021 ના ​​રોજ સવારે 11 વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધી દેશભરમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે”. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં ફ્રાંસ વિરોધી પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. લાહોરમાં કાયદા અમલીકરણ એજન્સીઓનું કહેવું છે કે શુક્રવારની નમાઝ પછી તહરીક-એ-લેબ્બૈકક (ટીએલપી) પક્ષ દ્વારા હિંસક પ્રદર્શનની શક્યતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. TLP તેના નેતા સાદ હુસેન રિઝવીની ધરપકડ અને ફ્રાન્સ વિરુદ્ધ કાર્ટૂન વિવાદનું પ્રદર્શન કરી રહ્યું છે. પેયગંબર મોહમ્મદનું કાર્ટૂન પ્રકાશિત કરવા માટે ફ્રેન્ચ રાજદૂતને હાંકી કાઢવા પાકિસ્તાનની ઇમરાન ખાનની સરકારને 20 એપ્રિલ સુધીનો સમય હતો, પરંતુ તે પહેલા સોમવારે પોલીસે પક્ષના વડા સાદ હુસેન રિઝવીની ધરપકડ કરી હતી, ત્યારબાદ ટીએલપીએ દેશવ્યાપી વિરોધ શરૂ કરી દીધો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર