Monday, September 9, 2024

પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં ધમણ-1 ના સ્થાને નવું વર્ઝન ધમણ-૩ નું આગમન, વેકસીનેશન માટે તમારા નજીકનું કેન્દ્ર જાણો !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોનાના પ્રથમ ફેઈઝમાં રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલને ધમણ ૧ ઉપલબ્ધ કરાયા હતા, જેના દ્વારા ઓક્સીઝનની જરૂરિયાત સાથે ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી. હવે સિવિલ ખાતે તેનું એડવાન્સ વર્ઝન ધમણ ૩ ઉપલબ્ધ બનતા તેના પર હવે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવામાં આવશે. આઈ.સી.યુ. માં બાયપેપ દ્વારા કરાતી સારવારમાં આ નવા વેન્ટિલેરની ગરજ સારે છે. હાલ જુના ધમણ વેન્ટિલેટર બાયપેપ પ્રકારની સારવારની જરૂર નો હોય તેવા દર્દીઓ માટે અનામત રાખવામાં આવશે. હાલ પૂરતી માત્રામાં આઈ.સી.યુ. માં વેન્ટિલેર બેડ તેમજ બાયપેપ હોવાનું રાજકોટ, સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું છે.ધમણ ૩ દ્વારા સારવાર સાથે ધમણ ૧ પણ બેકઅપ તરીકે રહેશે.

રાજકોટમાં હાલ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે જેથી શહેરના તમામ વોર્ડમાં અન્ય સ્થળોએ આવેલ જુદી જુદી સ્કુલોમાં વેક્સિનેશન માટેના કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે.18 થી 44 વર્ષના શહેરીજનો કે જેઓએ વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેઓને વેક્સિન આપવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારની કોવીડ વેક્સિનેશન અંગેની વેબસાઈટ પર સંબંધિત વય જૂથની વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન થયા બાદ વેક્સિનેશન માટેની તારીખ અને વેક્સીનેશન માટેનો પોતાને અનુકુળ સમય બુક કરાવવાનો રહેશે. જે અંગેનું કન્ફર્મેશન મળ્યા બાદ નિયત સ્થળ પર સમયે-તારીખે વેક્સિનેશન માટે જવાનું રહેશે. હાલ બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 8362 લોકોએ કોરોના વેકસીન લીધી છે.

રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત વેક્સિનેશનના મથકો :-

1- શ્યામનગર:-

શ્રી ઉચ્છરંગરાય પ્રાથમિક શાળા નં.૯૦, ૫-ગૌતમનગર, ગાંધીગ્રામ, રાજકોટ
શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા નં.૫૬, ધ્રુવનગર, વોર્ડ ઓફીસ પાસે, ગીત ગુર્જરી એરપોર્ટ રોડ, રાજકોટ.
શ્રી ડૉ. જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નં.૮૯, રૈયા ગામ, રાજકોટ.

2- નંદનવન :-

પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ, રાજકોટ.
શિવ શક્તિ શાળા નં.૧, આકાશવાણી ચોક, રાજકોટ.
શિવ શક્તિ શાળા નં.૨, આકાશવાણી સ્કુલ, રાજકોટ.

3 – નાના મવા :-

શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮, ૪- ગીરનાર સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.
શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮-એ, કૃષ્ણનગર મેઈન રોડ, મવડી પ્લોટ, રાજકોટ.
મહિલા મલ્ટી એક્ટીવીટી સેન્ટર, નાના મૌવા સર્કલ, રાજકોટ.

4 – મવડી :-

શ્રી રાજીવ ગાંધી પ્રાથમિક શાળા નં.૮૪, ગ્રાઉન્ડ ફ્લોર, મવડી ગામ, રાજકોટ.
શ્રી રાજીવ ગાંધી પ્રાથમિક શાળા નં.૮૪, ફર્સ્ટ ફ્લોર, મવડી ગામ, રાજકોટ.

5 – આંબેડકરનગર :-

શ્રી અકબરી પ્રાથમિક શાળા નં.૪૭, મહાદેવવાડી મેઈન રોડ, લક્ષ્મીનગર, રાજકોટ.
સર જમશેદજી ટાટા પ્રાથમિક શાળા નં.૮૧, ઉદ્યોગનગર, મવડી, રાજકોટ.

6- સદર :-

મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નં.૧૧, વિદ્યાનગર મેઈન રોડનો ખૂણો, રાષ્ટ્રીયશાળા સામે, રાજકોટ.
શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં.૦૮, સદર બજાર, મોટી ટાંકી ચોક, રાજકોટ.
મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય, ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે, રાજકોટ.

7- અહીમપ :-

શેઠ હાઈસ્કુલ, ૮૦ ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ.
નવયુગ સ્કુલ, હાથીખાના ચોક, રાજકોટ.
શાળા નં.૫૫, આનંદનગર ક્વાર્ટર, ઓમ વિદ્યાલય પાછળ, રાજકોટ.

8 – નારાયણ નગર :-

શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા નં.૬૯, ધોળકિયા સ્કુલની બાજુમાં, અંબાજી કડવા પ્લોટ, રાજકોટ.
મીરામ્બીકા સ્કુલ, અંબાજી કડવા પ્લોટ, રાજકોટ.
જય વિજય સ્કુલ, ગીતા નગર, રાજકોટ.

9 -વિજય પ્લોટ :-

શ્રી ડૉ.એની બેસન્ટ શાળા નં.૨૮, ભક્તિનગર સ્ટેશન પ્લોટ ૧૨/૬નો ખૂણો, રાજકોટ.
અમીન માર્ગ સીટી સિવિક સેન્ટર, રાજકોટ.

10 – રામનાથપરા :-

શ્રી કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં.૧, કિશોરસિંહજી સ્કુલ, કોઠારિયા નાકા, રાજકોટ.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફીસ, કરણપરા ચોક, રાજકોટ.

11 – ન્યુ રઘુવીર :-

શ્રી સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં.૪૯, મેહુલનગર, નીલકંઠ પાછળ, અયોધ્યા સોસાયટી મેઈન રોડ, રાજકોટ.
શ્રી વિશ્વામિત્ર પ્રાથમિક શાળા નં.૫૨, રઘુવીર સોસાયટી, અવધ મેડીકલવાળી શેરી, રાજકોટ.

12 – હુડકો :-

કાન્તીભાઈવૈદ કોમ્યુનીટી હોલ, કોઠારિયા ફાયર સ્ટેશન પાસે, રાજકોટ.
સોમનાથ સ્કુલ, રાજ લક્ષ્મી સોસાયટી, હરીઘવા રોડ, રાજકોટ.

13 – જંકશન :-

શ્રી સંતોષીનગર પ્રાથમિક શાળા નં.૯૮-૧, રેલનગર, ફાયર સ્ટેશન પાછળ, રાજકોટ.
શ્રી સંતોષીનગર પ્રાથમિક શાળા નં.૯૮-૨, રેલનગર, ફાયર સ્ટેશન પાછળ, રાજકોટ.

14 – આઈએમએ :-

વીર તાત્યા ટોપે પ્રાથમિક શાળા નં.૩૫ વિભાગ A, આસ્થા હોસ્પિટલ પાસે, સ્વાશ્રય સોસાયટી, મવડી મેઈન રોડ, રાજકોટ.
વીર તાત્યા ટોપે પ્રાથમિક શાળા નં.૩૫ વિભાગ B, આસ્થા હોસ્પિટલ પાસે, સ્વાશ્રય સોસાયટી, મવડી મેઈન રોડ, રાજકોટ.

15 – કોઠારિયા :-

જ્ઞાનદીપ સ્કુલ, સુમંગલમ સોસાયટી પાસે, રાજકોટ.
કન્યા વિદ્યાલય, કોઠારિયા સોલ્વન્ટ, રાજકોટ.

16 – મોરબી રોડ :-

મોરબી રોડ કોમ્યુનીટી હોલ પહેલો માળ, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર પાસે, રાજકોટ.
રાજ સ્કુલ, મોરબી રોડ, રાજકોટ.

17 – ભગવતીપરા :-

શ્રી લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા નં.૪૬, ભગવતીપરા, ખોડિયારપરા, કેસરી પુલ પાસે, રાજકોટ.
ઓમ શાંતિ સ્કુલ, ભગવતીપરા મેઈન રોડ, રાજકોટ.

18 – કબીરવન :-

સરદારપટેલ સ્કુલ, પેડક રોડ, રાજકોટ.
ઈ.એસ.આઈ.એસ., દૂધ સાગર રોડ, રાજકોટ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર