આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા મંત્ર દીક્ષા તેમજ પ્રસાદ સાથે આશીર્વાદ નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું.
બેંગ્લોર આશ્રમ થી પધારેલ બ્રહ્મચારી સ્વામી કેતનજી દ્વારા 15 લોકોએ મંત્ર દીક્ષા લીધી, તેમજ અગિયારસના પાવન દિવસે આર્ટ ઓફ લિવિંગ પરિવારે 151 જરૂરિયાત મંદ પરિવારને દિવાળીની ગિફ્ટ આપી સાથે સ્વામીજી એ વ્યસન નો કરવું, ચોખ્ખાઈ રાખવી, થોડી બચત કરવી વિગેરે જ્ઞાન સાથે આશીર્વાદ આપી દિવાળીના આનંદની ઉજવણી કરી.
મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્રિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી ના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, ડૉ.રાધિકાબેન મહેતા તથા અન્ય સ્ટાફ કોમલબેન તથા પ્રદીપભાઈએ સેવા આપી હતી....
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે....
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે...