મોરબીમાં યુવાન પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: મોરબીના શનાળા રોડ સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કુલના ગ્રાઉન્ડમાં યુવાને એક શખ્સને શાકભાજી વેચવા માટે થળો લગાવવાનું પુછતાં યુવક સાથે મારામારી કરી છરી વડે હુમલો કરી ઈજા કરી હતી તેમજ અન્ય બે શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર ચોકડી બાયપાસ હાઈવે પર મહાવીરનગરમા રહેતા રઘુભાઈ હિરાભાઇ નકુમ (ઉ.વ.૪૦) એ આરોપી લાલો ઉર્ફે જુનેજ મહેબુબભાઈ પાયક રહે. પંચાસર રોડ મસ્જીદ સામે તા. જી. મોરબી, અકરમભાઇ, સિકંદર ઉર્ફે સિકલો ત્રણેય રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત. ૧૬-૦૮-૨૦૨૩ ના રોજ સવારના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ આ કામના આરોપી લાલાને શાકભાજી વેચવા માટે થળો લગાવવાનું પુછતા ફરીયાદી સાથે મારા મારી કરી ફરીયાદીને પોતાના કબ્જામાં રહેલ શાકભાજી કાપવાની છરી વડે ફરીયાદીને જમણા પગની સાથળ પાછળ એક ઘા મારી લોહિ નિકાળી ઈજા કરી ફરીયાદીને ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી તથા આરોપી અકરમભાઈ તથા સિકંદર ઉર્ફે સિકલોએ ફરીયાદીને ગાળો ભુંડા બોલી આરોપી લાલાએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રઘુભાઈએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.