Wednesday, October 5, 2022

કોરોના કાળમાં સહાય: ભારતે નેપાળને વેન્ટિલેટરથી સજ્જ 39 એમ્બ્યુલન્સ અને 6 સ્કૂલ બસ ભેટ આપી.

spot_imgspot_imgspot_imgspot_img

ભારતે ગુરુવારે પડોશી દેશ નેપાળને વેન્ટિલેટરની સાથે 39 એમ્બ્યુલન્સ અને છ સ્કૂલ બસો ભેટ સ્વરૂપે આપી હતી. ભારત સરકાર કોરોના મહામારી દરમિયાન નેપાળને દરેક શક્ય રીતે મદદ કરી રહી છે. ભારતીય દૂતાવાસે ટ્વીટ કરતા કહ્યું કે, “મહામારીની લડતમાં, ભારત સરકારે નેપાળમાં સરકારી અને બિન-સરકારી સંસ્થાઓને વેન્ટિલેટર, ઇસીજી, ઓક્સિજન મોનિટર અને અન્ય કટોકટીના તબીબી ઉપકરણોથી સજ્જ 39 એમ્બ્યુલન્સ મોકલી આપી છે.” દૂતાવાસે જણાવ્યું હતું કે, નેપાળને 6 સ્કૂલ બસો પણ આપવામાં આવી છે, આથી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સંસ્થાઓના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ મળશે. ગયા વર્ષે, ભારત સરકારે 41 એમ્બ્યુલન્સ અને છ બસો નેપાળ સરકારને ગાંધી જયંતિ નિમિત્તે સોંપી હતી. આ ઉપરાંત ભારત નેપાળના વિવિધ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં પણ મદદ કરી રહ્યું છે.

 

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર