આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લુટાવદર પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લૂંટાવદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ શહીદોના જીવન અંગે વેશભૂષા યોજી કૃતિઓ રજુ કરી હતી.ભારતમાતાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર શહીદો તથા દેશ ઘડતરમાં પોતાનું સંપુર્ણ અર્પણ કરનાર મહાનુભાવોની વેશભૂષાની રજુ કરી દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા.તેમજ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.