Sunday, May 25, 2025

મીઠું ભરી બેફામ દોડતા ટ્રકો વિરુદ્ધ બગસરા ગામે 29મીએ રસ્તા રોકો આંદોલન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા (મી) : માળિયા (મી) તાલુકાના બગસરા ગામે મીઠા ઉદ્યોગકારોના ત્રાસથી છુટકારો મેળવવા ટ્રક ગામમાંથી ચાલતા બંધ કરાવવા મીઠું ભરેલા ટ્રક ગ્રામજનો માટે જોખમી બનતા સ્થાનિક રહીશો દ્વારા આવતીકાલે તારીખ ૨૯ ડિસેમ્બરને શુક્રવારના રોજ ગામમાંથી પસાર થતાં મીઠાના ટ્રકોને રોકીને રસ્તારોક આંદોલન કરી વિરોધ નોંધાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના બગસરા ગામમાં ગામની વચ્ચેથી મીઠાના ટ્રક ચાલકો અને મીઠાના ઉદ્યોગપતિ દ્વારા મીઠાનું ઉત્પાદન કરી અંગત સ્વાર્થ માટે ખેડવા લાયક જમીન, મકાન, વૃક્ષો અને પ્રાથમિક શાળાને પણ નુકસાન પહોંચાડવામા આવી રહ્યું છે. તેમજ અહીંની શાળામાં અભ્યાસ કરતા ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ માટે પણ મીઠાના ટ્રક જીવને પણ જોખમ ઊભું કરી રહ્યા છે. આ અંગે અગાઉ અનેક વખત ગ્રામ પંચાયત તથા ગામના સ્થાનિકો અને ખેડૂતોએ ઓવરલોડ મીઠાના ટ્રકો ચાલતા બંધ કરાવવા અંગે રજૂઆત કરી છે. પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આવતીકાલે તારીખ ૨૯ ડિસેમ્બરને શુક્રવારના રોજ સવારે ૯ વાગ્યે રસ્તારોક આંદોલન કરવામાં આવશે અને ગામ વચ્ચેથી નીકળતા મીઠાના ટ્રકોને રોકવામાં આવશે અને જો તેમ છતા આ ટ્રકો ચાલુ રહેશે તો રહીશો દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી આવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર