મોરબીના જેતપર ગામે યુવકને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે યુવકે એક શખ્સને હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે પરત માંગતા જે આરોપીને પસંદ ન આવતા ચાર શખ્સોએ યુવકને ગાળો આપી લાકડી વડે મારમારતા યુવકને છોડાવવા જતા તેના સાથીને લોખંડના પાઇપ વડે ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા સંજયભાઈ ગોકળભાઇ હમીરપરાએ આરોપી વિષ્ણુ જેશીંગ ગણેશીયા, ભુપત જેશીંગ ગણેશીયા, લાલો જેશીંગ ગણેશીયા તથા સુરેશ દલા ગણેશીયા રહે. બધા જેતપર ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૦૮-૨૦૨૩ ના રોજ આશરે અઢી પોણા ત્રણ વાગ્યાની આસપાસ ફરીયાદીએ આરોપી લાલો જેશીંગને હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે પરત માંગતા આરોપીઓને પસંદ ન આવતા આરોપી વિષ્ણુએ ફરીયાદીને બેફામ ગાળો આપીને ઢીકાપાટુનો મારમારતા તથા આરોપી લાલો તથા સુરેશ ફરીયાદીને લાકડી વડે મારમારતા તથા સાહેદ-હરદાસભાઇ હમીરપરાનાઓ ફરીયાદીને છોડાવવા જતા આરોપી ભુપતના હાથમા રહેલ લોખંડનો પાઇપ વાગી જતા આ કામે ફરીયાદીને શરીરે મુંઢ ઇજા તથા માથાના ભાગે ટાંકા આવતા તથા સાહેદ હરદાસને શરીરે મુંઢ ઇજા તથા માથાના ભાગે ટાંકા આવતા ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સંજયભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.