મોરબી જિલ્લા કલેકટરે રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે બેસ્ટ બીએલઓ હિનાબેન સદાતિયાનું સન્માન કર્યું
મોરબી:ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા અને લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી માટે મતદારયાદી બનાવવા, નવા મતદારોના નામ ઉમેરવા તેમજ કમી કરવા,સ્થળાંતર થયેલાને એમના વિસ્તારમાં ઉમેરવા, ઓનલાઈન કરવા અપડેટ કરવા વગેરે કાર્યો કરવા માટે બુથ લેવલ ઓફિસર BLO ની નિમણુંક કરેલ હોય છે એ મુજબ ૬૫-મોરબી વિધાનસભા સીટ પર ૨૯૯ જેટલા બીએલઓ ની નિમણુંક કરેલ છે
જેમાં મોરબીની કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકા હિનાબેન ખોડાભાઈ સદાતીયાને વર્ષ ૨૦૨૩-દરમિયાનની બેનમૂન કામગીરીને ધ્યાનમાં લઈ ૬૫-મોરબીના 230 નંબર બુથના બેસ્ટ બુથ લેવલ ઓફિસરનો જિલ્લાનો એવોર્ડ પ્રાપ્ત થતા કલેકટર જી.ટી.પંડ્યાએ રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે સન્માન પત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.
મોરબીના લીલાપર રોડ પર સ્મશાન નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ હિરો હોન્ડા મોટરસાયકલ સાથે એક આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસે થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ...
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં...
મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ - મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે - ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15માં "ગૌતમ બુદ્ધ" બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો.
આ...