માળીયાની ભીમસર ચોકડી પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મીંયાણાની ભીમસર ચોકડી પાસેથી એક ઈસમને દેશી તમંચા સાથે માળીયા તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન માળીયામાઁ પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમસર ચોકડી થી મોરબી તરફ રોડ ઉપર નરેશજી જીલાજી મુલાડીયા (ઠાકોર) વાળો પેન્ટના નેફામા ગેરકાયદેસર રીતે તમંચો (હથીયાર) સાથે નીકળેલ હોય જે બાતમીના આધારે ઇસમ પાસે જઈ કોર્ડન કરી પકડીને ઝડતી કરતા દેશી તમંચો (હથીયાર) નંગ-૧ કિ. રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરૂદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.