મોરબી: મોરબી તાલુકાના ભીમસર ગામની શાળામાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વિકાસભાઇ રામવિનયભાઇ પાનતાપી ઉ.વ.૨૧ રહે.ભીમસર મોરબી વાળાઓ આજ રોજ રાત્રીના પોણા આઠ વાગ્યાના અરસામા કોઇ કારણોસર ભીમસર ગામની શાળા મા ઝાડ પર ગળેફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
