Thursday, May 2, 2024

મોરબીના પીપળી ગામેથી બે બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામેની સીમ જીટકો સબ સ્ટેશનના કર્મચારી ક્વાર્ટર પાસે જાહેરમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બે મોટરસાયકલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે‌.

મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કદવાડા ગામના વતની અને હાલ મોરબી તાલુકાના પીપળી ગામેની સીમ જીટકો સબ સ્ટેશનના કર્મચારી ક્વાર્ટરમાં રહેતા અને નોકરી કરતા નિલેષકુમાર કનુભાઈ ડામોર (ઉ.વ.૨૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૪-૨૦૨૪ ના રોજ રાત્રીના કોઈપણ વખતે ફરીયાદીનુ યમાહા કંપનીનુ R15V4 મોડલનુ મોટર સાયકલ જેના રજી નં- GJ-31-AA -4003 જેની કિ.રૂ-૧,૦૦,૦૦૦/- વાળુ તેમજ સાહેદ જીજ્ઞેશભાઇ ખરાડીનુ યમાહા કંપનીનુ R15 ABS મોડલનુ મોટર સાયકલ જેના રજી નં- GJ-31-K-5458 જેની કિ.રૂ-૩૦,૦૦૦/- વાળા બન્ને મોટરસાઇકલ કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર નિલેષકુમારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર