Sunday, September 8, 2024

વાંકાનેર : કાર રિવર્સમાં લેતી વખતે હડફેટે આવી જતા શેરીમાં રમતા બાળકને ઇજા…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે રહેતા ઇમ્તીયાજભાઇ વલીમામદ ચૈાધરી (ઉ.વ. 27)નો અઢી વર્ષનો પુત્ર તેમના ઘરના ફળીયાની બહાર શેરીમાં રમતો હોય ત્યારે આરોપી તેહાન વલીમાદ ચૌધરી પોતાના હવાલાની કીયા સેલટોસ કાર નં. GJ 36 R 3072 ગફલત તેમજ બેદરકારીથી રિવર્સમાં ચલાવતા ઘરના ફળીયાની બહાર શેરીમાં રમતા માસૂમ બાળકને હડફેટે લેતા બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. ગત નવેમ્બર મહિનામાં બનેલ આ અકસ્માતનાં બનાવની ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર