મોરબીમાં ગાડીના ટાયર ચોરનાર ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના સુભાષનગર વિસ્તારમાં રાત્રીના સમયે પાર્ક કરેલી ગાડીના ટાયર કાઢી ચોરી કરી જનાર ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય ઈસમો પોતાના મોજશોખ પુરા કરવા માટે કરતા હતા ચોરી.
મળતી માહિતી મુજબ મોરબીના સુભાષનગર વિસ્તારમાં નિર્મલ સ્કૂલ પાસેની જગ્યામાં પાર્ક કરેલી ગાડીના ચારેય ટાયરની ચોરી થઈ હતી. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેને પરિણામે મોરબી સીટી એ ડીવીજન સહિતના સ્ટાફે તપાસના અંતે આ ટાયરની ચોરી કરનાર આરોપી પ્રિન્સ વીરેન્દ્રભાઈ ઝાલરીયા, (ઉ.વ.૨૦) રહે. ભગવતી પાર્ક, વાવડી રોડ, અભિષેશ દેવજીભાઈ સોઢીયા (ઉ.વ.૨૩) રહે. ૐશાંતિ પાર્ક, નાની વાવડી રોડ અને યોગેશ ગોવિંદભાઈ બાબરીયા ઉ.વ. (૧૮) ઓમ શાંતિ પાર્ક નાની વાવડી રોડવાળાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.