મોરબીના ત્રાજપરમા જુગાર રમતા બે મહિલા સહિત ચાર પત્તાપ્રેમી ઝડપાયાં
મોરબી: મોરબીના ત્રાજપર અવેડા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર અવેડા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર પત્તાપ્રેમી સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા ઉ.વ.૨૭ રહે.ત્રાજપર અવેળા પાસે મોરબી, દિલીપભાઇ ચોંડાભાઇ પાટડીયા ઉ.વ.૪૫ રહે. રણછોડનગર ગરબીચોક મોરબી-૨, પુનમબેન દિલીપભાઇ પાટડીયા ઉ.વ.૪૨ રહે. ગરબીચોક, રણછોડનગર, મોરબી-૨, ગીતાબેન રમેશભાઇ ધરજીયા ઉ.વ.૩૨ રહે. રણછોડનગર સાઇબાબા ના મંદીર પાસે વીશીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૧,૪૩૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.