આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા દિનેશભાઇ મેરૂભાઇ પરમાર નામનો યુવાન ચાચાવદરડા ગામના પાટીયા પાસે ચાલીને જતો હતો ત્યારે આરોપી મોહનભાઇ ગોવીંદભાઇ મુછડીયા રહે.સરવડ વાળાએ બાઈક હડફેટે લેઇ દિનેશભાઇને પછાડી દઈ માથમા કપાળના ભાગે ફ્રેકચર તેમજ માથામા ગંભીર ઇજા પહોંચાડતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
