Saturday, July 27, 2024

ચરાડવા ગામે શ્રી નીલકંઠ વિદ્યાલયને ત્રીજા માળની બાંધકામ મંજૂરી ન આપવા માટે ગ્રામ પંચાયતે રજૂઆત કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વગર મંજૂરીએ ત્રીજા માળનું બાંધકામ શરૂ અકસ્માત થાય તો જવાબદાર કોણ?

હળવદ તાલુકાના ચરાડવા ગામે શ્રી નીલકંઠ વિદ્યાલય આવેલ છે હાલ ત્યાં ત્રીજા માળનું બાંધકામ ચાલુ હોય ચરાડવા ગામના તળશીભાઇ અમરશીભાઈ ચૌહાણ અને અન્ય ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચરાડવા ગામના સ્મશાન તથા હળવદ રોડ પર આવેલી શ્રી નીલકંઠ વિદ્યાલય કે જે હાલ ત્રીજા માળનું બાંધકામ ચાલુ કરેલ છે જે અરજદારના કહેવા મુજબ ગ્રામપંચાયત ની પૂર્વ મંજુરી લેવી અનિવાર્ય છે તે પણ નથી લીધી અને આજુ બાજુ રહેણાંક મકાન આવેલ છે તે જોવા નું રહ્યું કે તે લોકો ને પણ ભય ઓથા હેઠળ રહેવાનું થશે આવા બાંધકામ ને કોઈ પણ સંજોગો માં મંજુરી ના મળવી જોઈએ નીચેનું બાંધકામ અંદાજે ૨૦-૨૫ વર્ષ જૂનું છે તો આવા જુના બાંધકામ ઉપર જો બીજા 2 માળ કરવામાં આવે તો આજુ બાજુ માં રહેતા લોકો સતત ભય રહેશે કે ક્યારે આ માથે પડશે બીજું કે હવા ઉજાસ પણ આવિસ્તાર માં નહિ રહે જેથી આ બાંધકામને મંજૂરી ન આપવા ચરાડવા ગ્રામ પંચાયત, હળવદ મામલતદાર, અને જિલ્લા કલેકટર મોરબીને રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે ચરાડવા ગ્રામ પંચાયતના મંત્રી નો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે અમે લોકોએ કોઈ બાંધકામ મંજૂરી આપેલ નથી હવે આ બાબતે તંત્ર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર