Monday, September 9, 2024

દારૂ પી ‘ ઢીંગલી ‘ બનેલ દારૂડિયાએ પોલીસને ફોન કરી કહ્યું, ૩૦ કરોડ રૂપિયા આપું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાંખો….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજધાની દિલ્હીમાં એક શખ્સે પોલીસને ફોન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. આ ધમકી ભર્યા કોલ પછી દિલ્હી પોલીસમાં સજગ બની ગઇ હતી અને કોલ કરનાર શખ્સને ગણતરીની કલાકોમાં પકડી લીધો હતો. આરોપીએ પોલીસને ફોન કરી કહ્યું હતું કે હું તમને ૩૦ કરોડ રૂપિયા આપું, તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાંખો. ‘ પોલીસે આ બનાવમાં જલ્દીથી ફોન કરનાર શખ્સને પકડી પાડયો હતો જેમાં આરોપીનું નામ પીન્ટુ સિંહ અને તેની ઉંમર ૩૦ વર્ષ હોવાનું ખુલ્યું હતું…

પીન્ટુ કારપેંટર નું કામ કરે છે અને દિલ્હીના સાગરપુર વિસ્તારમાં રહે છે. એવુ કહેવાય રહ્યુ છે કે આરોપી ચિક્કાર દારૂના નશામાં ધૂત થઇ ગયો હતો અને તેણે પોલીસને ધમકી વાળો ફોન કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની માનસિક હાલત પણ સારી નથી અને તેની સારવાર રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસ મુજબ આરોપીના ઘરમાંથી દવાઓ પણ મળી આવી છે, પોલીસે આરોપીની અટકાયત કરી તેની મેડિકલ તપાસ હાથ ધરી છે…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર