મોરબી : તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સયુંકત ઉપક્રમે નાના ખીજડીયા ખાતે આવેલી શ્રી નાના ખીજડીયા તાલુકા શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધોરણ ૫ થી ૮ ના કુલ ૬૦ બાળકોએ ભાગ લીધેલ, અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર પર પચાયા સુમિતા ,તથા દ્રિતીય ક્રમ પર અજમાત્રા રેહાના, તથા તૃતીય નંબર પર પચાયા સંત્રી એ મેળવ્યો હતો , વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર હિતેષભાઈ કે.પટેલ દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે,વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં, આર.બી.એસ.કે. ડો. અમિતા સનારિયા, ડો.કેયૂર જાની, સી.એચ.ઑ અર્ચના ભાડજા, મ.પ.હે.વ જયદીપ ભટ્ટ, ફિ.હે.વ તનજીરાબાનું માથકીયા, આર.બી.એસ.કે ફિ.હે.વ મંતેશાબાનું પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય નમેરા દિવ્યેશભાઈ અને તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ડર બતાવી કુલ રૂપિયા ૬,૦૪,૦૦૦ ની લુંટ કરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રણછોડનગર શેરી નં -૦૧ મહાદેવજીના મંદિર પાસે આરોપીના ઘરની સામે કાંટાની વાડમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલ કિં રૂ. ૧૧૦૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...