ડ્રગ્સ કેસમાં થરાદ પોલીસ મોરબી આવી હતી…? અને શું કરનીને ગઈ?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીજન ખાતે સપ્તાહ પહેલા રાજસ્થાન બોર્ડરને અડીને થરાદ આવેલું છે ત્યાંની પોલીસ આવી હતી અને મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ એક હોટલ ખાતે રોકાય હતી અને આ હોટલમા પોલીસે શરાબની મેહફીલ માણી હતી તો શુ માત્ર શરાબની મેહફીલ કરવા જ આવી હતી કે પછી તેમના આવા પાછળ બીજું કોઈ કારણ હતું.
વાત જાણે એમ છે કે થરાદ પોલીસ સ્ટેશનની હદમાં મોરબી રવાપર રોડ ઉપર રહેતા બે પટેલ યુવાનો ડ્રગ્સ સાથે ઝડપાયા હતા અને તેમને ચાર પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા આ રિમાન્ડ દરમિયાન તપાસમાં મોરબી અને ડ્રગને જોડતી અમુક કડી પોલીસના હાથમાંથી આવી હતી તો પકડાયેલ યુવાનોના મોબાઇલના whatsap માથી અમુક ડિટેઇલ નીકળી હતી જેમાં મોરબીમાં કોને ડ્રગ્સ આપવામાં એવે છે અને કોણ કોણ ગ્રાહક છે આવા નામો બહાર આવ્યા હતું જેમાં એક અંદાજ મુજબ 40થી વધુ નામો બહાર આવ્યા હતા અને આમાનો એક હેન્ડલર કે જે નવલખી હાઈવે ઉપરના એક ગામમા રહે છે તેનું નામ પણ બહાર આવ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના બે યુવાનો થરાદ પાસે ઝડપાયા તે બહારથી માલ લઇ આવતા હતા અને ચાર જેટલાં હેન્ડલર તેને ગ્રાહકમા વેચી દેતા હતા આ તમામ વિગત સાથે થરાદ પોલીસ મોરબી આવી હતી પણ કર્યું શું….? તોડ… જી હા તપાસ ના નામે પેહલા એ ડીવીજન પોલીસ સ્ટેશને ગયા જ્યાં તમામ યુવાનો ના એડ્રેસ ગોતવામાં સ્થાનિકની મદદ લીધી અને બાદમાં બધાને રાત્રીના સમયે વાંકાનેર હાઈવે ઉપરની એક હોટલે બોલાવ્યા જ્યાં પ્રથમ તેમને ડરાવ્યા અને જવા દીધા ફરી બીજા દિવસે હાઇવે પર આવેલ એક શોપિંગ ની ઓફિસમાં બોલાવી જેની જેવી કેપેસિટી એવો તોડ કર્યો અને જવા દીધા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે
હવે મહત્વની વાત એ છે કે થરાદ પોલીસે માત્ર બે યુવાનોને જ પકડ્યા છે જે માલ પોહચાડતા હતા પણ મોરબીમાં જે ડ્રગ્સ વેચવાનું આખું નેટવર્ક ચાલાવી રહ્યા છે તેતો આઝાદ ફરી રહ્યા છે તેનું શું ? આ લોકો તો હજુ યુવાનોને બરબાદ કરનાર પાવડર વેચી જ રહ્યા છે તો સ્થાનિક પોલીસને ખાસ વિનંતિ છે કે આ દિશામાં થોડી તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે