Monday, October 7, 2024

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ઈકો સેન્સિટિવ ઝોન બાબતે સરપંચો-ખેડૂતો-આગેવાનોની બેઠક મળી, ઉગ્ર લડતનાં એંધાણ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર વિસ્તારમાં આવેલ રામપરા અભ્યારણની આસપાસ આવેલા ગામોને સરકાર દ્વારા ઈકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવેલ છે જેને લઇને આ ઈકો સેન્સીટીવ ઝોનમાં આવતા વાંકાનેર તાલુકાના અલગ-અલગ ગામોના સરપંચો, આગેવાનો તેમજ ખેડૂતોની આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા જાહેર કરેલ આ ઈકો સેન્સીટીવ ઝોન પરત ખેંચવાની માંગ સાથે ઉગ્ર લડતનાં ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો….

આજે મળેલ આ મિટિંગમાં ઈકો સેન્સીટીવ ઝોનના વિરોધમાં દરેક ગામોની ગ્રામસભા અને પંચાયતો દ્વારા ઠરાવ કરવા, ખેડૂતોની જમીનમાં બીજા હાક્કમાં ફોરેસ્ટ વિભાગનું નામ દાખલ કરેલ છે જેનો મામલતદાર સમક્ષ વાંધો રજૂ કરેલ હોય તેની અપીલ કલેક્ટરમાં કરવાં તેમજ ઈકો સેન્સીટીવ ઝોન બાબતે સ્થાનિક સંસ્થાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવશે અને સ્થાનિક તથા રાષ્ટ્રીય લેવાના પ્રતિનિધિઓને આ બાબતે રજૂઆત કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

સાથોસાથ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ઈકો સેન્સીટીવ ઝોન પાછો ખેંચવામાં માંગ કરવામાં આવશે છતાં પણ સરકાર દ્વારા જો આ ઈકો ઝોન પરત ખેંચવામાં નહીં આવે તો ન્યાયપાલિકા સમક્ષ જાહેરહિતની અરજી પણ કરવાની તૈયારી દર્શાવી હતી. આ બેઠકમાં ખેડૂતો દ્વારા ‘ ઈકો ઝોન લડત સમિતિ ‘ની રચના કરવામાં આવી હતી જેના નેજા હેઠળ આગામી દિવસોમાં આ ઝોન વિરુદ્ધ ઉગ્ર લડત લડવાનો નિર્ણય લેવાયો હતો.

આ બેઠકમાં વાંકાનેર તાલુકાના વિડિ ભોજપરા, ઘીયાવડ, કોઠી, ખીજડીયા, રાજાવડલા ગામના ખેડૂતો, માલધારીઓ, સરપંચો તેમજ દરેક ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા. સાથોસાથ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકિલ પીરઝાદા, સામાજિક કાર્યકર ઉસ્માનગની, ઘીયાવડના ઉપસરપંચ ધ્રુવરાજસિંહ, મુનીરભાઈ પરાસરા, સમીમી શેરસીયા, વાલાભાઈ માલધારી સહિતના ખાસ હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર