સરમ કરો સરમ: ચૂંટણી ટાઈમે આપેલા વચન ભૂલતા નેતાઓ
મોરબી: જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ઝભ્ભા સિવડાવી લોકોને વચનોની લ્હાણી કરવા નીકળી જતા હોય છે પણ..ચૂંટણી પૂરી થતાની સાથે જ નેતા અભિનેતા બની જતા હોય છે પછી ફકત ફોટા સેશન કરતા જોવા મળતા હોઈ છે ત્યારે આવીજ એક ઘટના મોરબીનાં અવની ચોકડી વિસ્તારમાં બની છે
અવની ચોકડી પાસે આવેલ જયઅંબે સોસાયટીના રહીશોને ચૂંટણી ટાઈમે ધારાસભ્યએ રોડ બનાવી આપવાનું વચન આપ્યું હતું પણ ત્યારે બાદ જંગી લીડથી જીતી ગયા બાદ રોડ નગરપાલિકા એ બનાવી આપ્યો નાં હતો જેથી સ્થાનિક રહીશોએ જાત મહેનત જિંદાબાદ સમજી જાતે રોડ બનાવી નાખ્યો હતો
જો લોકોને પોતાની પ્રાથમિક સુવિધાઓ માટે જાત મહેનત કરવી પડે તો લાઈનોમાં ઉભા રહીને મત આપ્યા તેનું શું ? એ પણ એક પ્રશ્ન છે અને લોકો પણ આ વાત ભૂલી જતા હોય જેથી નેતા અને પ્રશાસનની કાળી ફાવી જાય છે લોકો પોતે પોતાના કામ જાતે કરવા લાગશે તો આવા નેતા ને અભિનેતા બનતા વાર નથી લાગતી