માળીયામાં ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
માળીયા (મી): માળીયા (મી) માં આરોપીનાં કબ્જા ભોગવટા વાળા મકાન પાસેના તળાવના કાંઠેથી ઈંગ્લીશ દારૂ / બીયરના જથ્થા સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) આરોપી સલીમભાઇ દિલાવરભાઈ જેડા (ઉ.વ.૩૬) રહે. માળીયા (મી) સરકારી હોસ્પિટલ પાસે હુસેનશાપીર દરગાહ પાછળ તા. માળીયા (મી) વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાન પાસેના તળાવના કાંઠે ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૫ કિં રૂ. ૧૩૧૨૫ તથા બિયર ટીન નંગ -૧૦ કિં રૂ.૧૦૦૦ મળી કુલ કિં રૂ.૧૪૧૨૫ ના મુદ્દામાલ સાથે આરોપી સલીમભાઇ દિલાવરભાઈ જેડાને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.