ટંકારા: ટંકારામાં મોરબીનાકા નજીક દેવીપુજક વાસમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારામાં મોરબીનાકા નજીક દેવીપુજક વાસમાંથી આરોપી દિપકભાઈ જેસીંગભાઈ કુંઢીયા રહે. દેવીપુજક વાસ ટંકારાવાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૯૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
