Monday, September 9, 2024

જાણો કઈ તારીખથી રસીકરણનો ચોથો તબક્કો શરૂ થશે,45 વર્ષથી વધુ ઉંમરના દરેકને કોરોનાની રસી મળશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોવિડ -19 રસીના ચોથા તબક્કાની પહેલી એપ્રિલથી શરૂઆત થવા જઈ રહી છે. આ તબક્કામાં, 45 વર્ષથી ઉપરના બધા લોકો રસી લઈ શકે છે ભલે એ લોકોને કોઈ બીમારી હોય કે ન હોય. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે લોકોને કોવિડ -19 રસી માટે આગળ આવવા અપીલ કરી હતી અને કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણયની જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ માટે, લોકોએ આગળ આવવું જોઈએ અને તેમના નામ નોંધાવવા જોઈએ અને રસી માટે રજીસ્ટ્રેશન કરવું જોઈએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,વૈજ્ઞાનિકો અને ટાસ્ક ફોર્સની સલાહ પર આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે દેશમાં રસીકરણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 32.5 લાખ લોકોને રસી ડોઝ આપવામાં આવ્યો હતો. તેમણે દરેકને પોતાનાં નામ નોંધણી કરવા વિનંતી કરી અને કહ્યું કે રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધછે.આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું, ‘આ રસી જ એક મહત્વપૂર્ણ રક્ષણાત્મક કવર છે. માસ્ક ઓ લગાવવાનું જ છે, હાથ પણ ધોવાના જ છે પણ જે રસી લઈ શકે છે તેને રસી લઈ લેવી જોઈએ’ આરોગ્ય મંત્રાલયે આજે જારી કરેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ લોકોને રસીનો ડોઝ મળી ચુક્યો છે. ફક્ત સોમવારે જ દેશભરમાં 32,53,095 લોકોને રસી આપવામાં આવી હતી. તેમણે કહ્યું, ‘કોવિડ -19 રસીકરણ અભ્યાન દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને પ્રથમ આરોગ્ય કાર્યકર અને ફ્રન્ટલાઈન કાર્યકરને સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ પછી, રસીકરણના બીજા તબક્કા હેઠળ, 16 ફેબ્રુઆરીથી, 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને રસી આપવામાં આવી હતી. 1 માર્ચથી ત્રીજા તબક્કામાં, 45 થી 60 વર્ષની વચ્ચેના લોકોને જો કોઈ રોગ છે, તો રોગનું પ્રમાણપત્ર લીધા પછી, રસી આપવામાં આવી હતી અને હવે 1 એપ્રિલથી, રસીકરણનો ચોથો તબક્કો શરૂ થશે.’

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર