માળીયાના ખાખરેચી ગામેથી એક વર્લીભક્ત પકડાયો
માળીયા મી: માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામના રામજી મંદિર ચોક નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતા આરોપીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામના રામજી મંદિર ચોક નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી મનોજ ઉર્ફે બકો પ્રભુભાઈ કૈલા (ઉ.વ.૩૯) રહે. ખાખરેચી, પટેલ સમાજની વાડીની બાજુમાં તા. માળીયા (મી) વાળાને રોકડ રકમ રૂ.૧૨૦૦ નો મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.