મોરબી: ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કોંગ્રેસના ૧૭ કાર્યકર્તા અને હોદેદારોએ કેસરીયા ધારણ કરી ભાજપમાં જોડાયા.
થોડા દિવસમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આગામી તા-7 માર્ચથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા શરૂ કરવાના છે, જોકે, તે પહેલા જ કોંગ્રેસના નેતાઓની વિદાય યાત્રા શરૂ થઈ હોય તેવુ લાગી રહ્યું છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમા કમલંમ ખાતે કોંગ્રેસના ૧૭ કાર્યકર્તા અને હોદેદારો કેસરીયા ધારણ કરી ભાજપમાં જોડાયા.
નીચે જણાવેલ મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાનોનો ભાજપમા પ્રવેશ
૧. મહેશભાઇ ધીરજલાલ પારજીયા
૨.મુકેશભાઇ બચુભાઈ ગામી,
૩. કે. ડી. પડસુંબીયા,
૪. અસ્મિતાબેન નવીનભાઈ કોરીંગા
૫. જગજીવનભાઈ નારણભાઇ બોપલીયા
૬. પ્રફુલભાઈ છગનભાઈ હોથી
૭. સતિષભાઇ બાબુલાલ વામજા
૮. રાજેશભાઇ બાબુભાઇ ડઢાણીયા
૯. રાજેન્દ્ર અંબારામભાઈ અગ્રાવત
૧૦. કિશોર મનજીભાઈ ઉભડિયા
૧૧. મહેશભાઇ નાથાલાલ કૈલા
૧૨. ખોડીદાસ રુગનાથભાઈ સંતોકી
૧૩. સંજયભાઈ વાલજીભાઇ કાવર
૧૪. ગોરધનભાઈ ગાંડુભાઈ પડસુંબીયા
૧૫. નાથાલાલ દેવશીભાઈ પડસુંબીયા
૧૬. દુર્લભજીભાઈ ટપુભાઈ સૂરાણી
૧૭. આશિષ હરજીવનભાઈ સંઘાણી
