મોરબી: માળિયા (મી) તાલુકાના મોટા ભેલા ગામે ૧૪ વર્ષની માસૂમ બાળકી ઉપર ૪૦ વર્ષના પ્રૌઢ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માળીયા(મી)ના મોટાભેલા ગામે ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીર વયની બાળકીને ખેતરના માલિક ભરત નારણભાઈ સુરાણી (ઉ.વ.૪૦) નામના હવસખોરે બાળકીને શિકાર બનાવી છે અને આરોપી દ્વારા આ શ્રમિક પરિવારને બીજાના ખેતરેથી થોડા દિવસો પહેલાજ પોતાના ખેતર એ લઈ આવ્યો હતો અને બાદમાં ગઈકાલે સાંજે એકલતાનો લાભ લઈને આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ બનાવ બાદ બાળકીને ગંભીર હાલતમાં માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ માળીયા(મી) પોલીસની ટીમ દ્વારા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી તાલુકાના બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નજીક રોડ ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષીય અજાણ્યા યુવકે અજાણ્યા રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું છે જેનું નામ મોરબીના ઇતિહાસ પર થી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે એવા વિરોધ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
કારણ કે એ જગ્યા રાજવી પરિવારોએ સંપાદનમાં...