Sunday, February 8, 2026

ગાયત્રી પરિવાર મોરબી દ્વારા નવયુગ વિદ્યાલય મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા નવયુગ વિદ્યાલય મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો.

જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ, તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી ગડારા મણિભાઈ હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પાસે પોતે વ્યસન ના કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર