રાજપર નજીક એક ફાર્મની દારૂ પાર્ટી 35 લાખમાં પડી ?
DVR ગયું ક્યાંએ સૌથી મોટો પ્રશ્ન છે
નવા વર્ષની દારૂ પાર્ટી ની ઉજવણી માં ક્યાં મોરબીના પોલીસ કર્મચારીઓ દ્વારા 35 લાખ નો તોડ કરી મામલો સેટ કર્યો
આમ તો ગુજરાતમાં કહેવા પૂરતી દારૂ બંધી હવે રહી છે.પરતું જો દારૂ પીતા પકડાવ તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
પરતું ગઈ રાત્રે રાજપર ગામ ખાતે આવેલ એક ફાર્મમાં એક બેંક સાથે જોડાયેલા અધિકારીઓ કે કર્મચારીઓ ની પુડલા પાર્ટી નું આયોજન હતું.જેમાં દારૂ ની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.અને સમી સાંજ ના આ કાર્યક્રમમાં પોલીસે એન્ટ્રી કરી હતી.જેમાં મોરબી પોલીસના 4 જેટલા અધિકારીઓ હતા અને પાર્ટી માં હાજર 35 જેટલા લોકોને પકડી પાડ્યા ની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
પણ…પછી આ રેડ દરમિયાન મામલો વહીવટ સુધી પહોંચ્યો અને એક એક વ્યક્તિ દીઠ એક એક લાખ માં સેટિંગ થયા નું સૂત્રો જણાવે છે અને આખા મામલામાં લાખો ના તોડ થયા ની વાત સામે આવી છે.
રાતો રાત લખપતિ બનેલા એ પોલીસ કર્મચારીઓ દ્વારા ફાર્મના CCTV ના DVR જપ્ત કરી અને એક પણ વ્યક્તિને પકડ્યા વિના ચાલતી પકડી હતી.આવી ઘટના સામે આવતા હાલ મોરબીમાં અને રાજપર ગામે જોરશોથી ચર્ચા જગાવી છે.
પોલીસ ક્યા ગુનાને કામે DVR જપ્ત કર્યું , હાલ DVR કિયા છે જો DVR ની ફૂટેજ સામે આવે તો બધું દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જાય
જીલ્લા પોલીસ વડા હાલ ટ્રાફિક ને લઈ ને સંવેદન છે. પરતુ તોડબાજ પોલીસ બાબતે કયારે આળસ મળશે, મોરબી નો પ્રાણ પ્રશ્ન ટ્રાફિક નથી પણ કથળતી કાયદો વ્યવસ્થા છે.
જેથી હવે આ મામલે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ કરાવવી જોઈએ કે તોડ કરી ગયેલા પોલીસ કર્મચારીઓ હતા કે કોઈ બનાવટી ટીમ દ્વારા રેડ કરી અને કળા કરવામાં આવી છે.