મોરબીના બંધુનગર ગામે શરીરે દાઝી જતાં યુવતીનું મોત
મોરબી: મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં આવેલ સોનમ સેનેટરીવેર કારખાનાની મજુર ઓરડીમાં બોટલ ખોલતી વખતે કેરોસીન ચુંદડી ઉપર ઉડેલ અને ચુંદડીનો છેડો ગેસના ચુલામાં અડી જતાં ચુંદડી સળગતા શરીર આગ લાગી દાઝી જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ગત તા. ૦૧/૧૧/૨૦૨૩ ના રોજ કાશીફાબેનને ભુખ લાગેલ હોય જેથી પોતાના રૂમે ગેસના ચુલા ઉપર દાળ ભાત બનાવવા મુકેલ અને તે વખતે પોતા કરવા ફીનાઇલ ન હોય જેથી પોતા કરવા પાણીમાં કેરોશીન નાખવા કેરોસીનની બોટલ લઇ ગેસના ચુલા પાસે ખોલતા હતા ત્યારે બોટલના ઢાંકણાનુ અંદરનુ બુચ ખુલેલ નહી જેથી કાશીફાબેને બોટલ જોરથી પકડી ખોલતા બોટલ ખુલી ગયેલ અને જોરથી પકડવાના પ્રેસરના કારણે કેરોસીન કાશીફાબેનના શરીર તથા ચુંદડી ઉપર ઉડેલ અને ચુંદડીનો છેડો પવનના લીધે ગેસ તરફ ગયેલ અને અકસ્માતે ગેસના ચુલામાં ચુંદળી સળગતા આગ લાગતા આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પીટલ ખાતે લઇ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં તા.૦૧/૧૧/૨૦૨૩ ના રોજ દાખલ કરેલ હોય જેનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.